જીતો સ્વયંવર-૨૦૧૯

અમોને જણાવતા ખુબજ ગર્વ ની અનુભૂતિ થઇ રહી છે કે 'જીતો'-વડોદરા એ સમગ્ર જૈન સમાજ પ્રત્યેના તેના કર્તવ્યની કટિબદ્ધતા સાથે તેના સભ્યોના સામાજિક, વ્યાવસાયિકતથા શૈક્ષણિક ક્ષેત્રે ઉન્નતિ માટે સદા અભિનવ કાર્યક્રમ અને યોજનાઓ દ્વારા સર્વસ્વીકૃત માન્યતા પ્રાપ્ત કરેલ છે.
આજ પ્રતિબદ્ધતાના ભાગ રૂપે ભારતીય જૈન સંઘટના (BJS) ના સંચાલન સહયોગ સાથે આપણે એવાજ કાર્યક્રમ "સ્વયંવર-૨૦૧૯" ની ઉદ્ઘોષણા કરી રહ્યા છીએ. જીતો-વડોદરા દ્વારા આયોજિત વિવાહ સંમેલનની શ્રુંખલામાં આ સતત બીજા વર્ષનું આયોજન છે. જૈન સમાજના યુવાનો-યુવતીઓ એક મંચ પર આવી તેમના જીવનસાથીની પસંદગી કરી શકે તે માટેનો આ એક નમ્ર પ્રયાસ છે.
આ કાર્યક્રમ નું આયોજન તા.૨૪/૦૩/૨૦૧૯, રવિવાર ના રોજ "આરના લોન્સ", વડોદરા ખાતે નિર્ધારિત છે.
આ મીટીંગ માં ઉમેદવારો વચ્ચે પરસ્પર વાર્તાલાપ, પસંદગી અને રૂચી વિષે ચર્ચા, નેટવર્કિંગ અને કાઉન્સલીંગની તક મળશે તથા ભવિષ્યમાં પણ સંદર્ભ (Reference) હેતુ દરેક રજીસ્ટર્ડ ઉમેદવારને પ્રત્યેક રજીસ્ટર્ડ ઉમેદવારની માહિતી સાથેની ડિરેક્ટરી પણ ઉપલબ્ધ રહેશે.
યોગ્ય જીવનસાથીની પસંદગી અર્થે સમાન વિચારધારા ધરાવતા યુવક-યુવતીઓ એકબીજાને મળી શકે તે માટે જીતો-વડોદરા દ્વારા સુરુચિપૂર્ણ વાતાવરણમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બહોળી સંખ્યામાં સૌ ભાગ લઇ આ મંચનો વધુમાં વધુ લાભ લઇ અમારા આ ઉમદા પ્રયાસને સફળ બનાવશો એવી શુભ અપેક્ષા છે.

Sponsored by:

Ruchi Foods

Powered by:

Balaji

Co-Sponsors

JMP
K10 Group

Associate Sponsors

Tanishq
UNP Polyvalves
Amines Biotech
Rajputana

Other Sponsors

GIPL
Prabha Steel
Everest Composites
American Steels
Laxmiraj Distributors
Pratik Electricals
Krystal Steels
Pakona Engineers
Aesthetics
Presidency Club
Image

રવિવાર, ૨૪ માર્ચ ૨૦૧૯, આરના લોન્સ,FGI, ગોત્રી-સેવાસી રોડ, મહાપુરા, વડોદરા, ગુજરાત.

રજીસ્ટ્રેશન

સ્વયંવર-૨૦૧૯ ને સાંપડેલા આપના અદ્ભુત પ્રતિસાદ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
આ કાર્યક્રમ માં સમાવિષ્ટ કરી શકીએ તેટલી મહત્તમ સંખ્યા માં યુવક ઉમેદવારોની અરજીઓ અમને સાંપડી છે
તેથી વધુ યુવક ઉમેદવારો ( male candidates ) ની અરજીઓ અમે સ્વીકારી શકીએ તેમ નથી માટે દરગુજર કરશો.
રજીસ્ટ્રેશન માટે અહિયાં ક્લિક કરો.
વધુ માહિતી માટે jitoswayamvar@gmail.com પર ઈમેલ કરો.